લિટમસ પરીક્ષણ
લિટમસ પરીક્ષણ રસાયણશાસ્ત્રમાં કોઈપણ પદાર્થ એસિડિક છે કે બેઝિક તે જાણવા માટેનો સૌથી જૂનું અને સરળ પરીક્ષણ છે. ૧૩મી સદીના સમયમાં સ્પેનના વૈજ્ઞાનિક એમેલ્ડસ ડી વિલા નોવાએ સૌ પ્રથમવાર લિટમસ પરીક્ષણ (ટેસ્ટ) કર્યું હતું[૧].
પહેલાં લિટમસ કાગળ (પેપર) નેધરલેન્ડમાં ઊગતા લિશન્સ નામના છોડના રસમાંથી બનાવવામાં આવતો હતો, જેના રસમાં ઘણા બધા રંગો હોય છે. હવે તો ઘણી વનસ્પતિઓના રસમાં લિટમસ જેવા ગુણ હોવાનું જાણવા મળ્યું છે. લાલ કોબીજના રસમાંથી પણ લિટમસ કાગળ બનાવી શકાય છે.
ભૂરા લિટમસ કાગળને એસિડિક પ્રવાહીમાં બોળવાથી લાલ રંગનું થઈ જાય છે અને લાલ લિટમસને બોળવાથી તે ભૂરા રંગનું થઈ જાય છે.
કોઈપણ પ્રવાહીમાં લિટમસ કાગળ બોળવાથી તે પ્રવાહી એસિડિક ગુણધર્મ ધરાવે છે કે આલ્કલી ગુણધર્મ ધરાવે છે તે તરત જ જાણવા મળે છે. રસાયણશાસ્ત્રમાં પ્રવાહી એસિડિક છે કે આલ્કલી તે અત્યંત મહત્ત્વપૂર્ણ છે, એટલે આ પરીક્ષણનો વર્તમાન સમયમાં પણ વ્યાપક રીતે ઉપયોગ કરવામાં આવે છે. પીવાના પાણીમાં એસિડિક દ્રવ્યો હાજર છે કે કેમ તે જાણવા પણ લિટમસ પરીક્ષણ કરવામાં આવે છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "કેમિસ્ટ્રીમાં સાદો અને સરળ ટેસ્ટ : લિટમસ". ઝગમગ, ગુજરાત સમાચાર. ૩૦ ડિસેમ્બર ૨૦૧૭. મેળવેલ ૩ જાન્યુઆરી ૨૦૧૮.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |